હાલરડાં/આપણે આંગણીએ
આપણે આંગણીએ
[બહેન નાના ભાઈને માટે ગાય છે.] એક નાનું સરીખડું બાળ રે મા! આવ્યું છે આપણે આંગણીએ. એને નમ્યેથી પ્રાછત જાય રે મા! આવ્યું છે આપણે આંગણીએ. એને માથે મેવાડાં મોળિયાં, એને ખંભે ખાંતીલા ખેસ રે મા.-આવ્યું છે.૦ એને કાને તે કુંડળ ઝળકંતાં, કોટે કૌસ્તુભમણિનો હાર રે મા.-આવ્યું છે.૦ એની બાંયે બાજુબંધ બેરખા, એની દસે આંગળીએ વેઢ રે મા. - આવ્યું છે૦ એને પગે રાઠોડી મોજડી. એની ચટકતી છે ચાલ્ય રે મા. - આવ્યું છે૦