The Silk Roads

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



The Silk Roads-title.jpg


The Silk Roads

Peter Frankopan

A New History of World.

ધ સિલ્ક રોડ્સ

વૈશ્વિક વેપાર-વાણિજ્યના (રેશમ) માર્ગો
પીટર ફ્રેંકોપેન



• જગતનો એક નવો ઇતિહાસ...
• જગતને સમજવાની એક નૂતન ઇતિહાસદૃષ્ટિ.
“દુનિયા વિશેની તમારી ધારણાઓને બદલી નાખે તેવું દુર્લભ પુસ્તક !” - વૉલ સ્ટ્રીટ જર્નલ


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય:

પીટરફ્રેંકોપેન, ઓક્ષફર્ડ સેન્ટર ફોર બાયઝેન્ટાઈનરીસર્ચના નિયામક છે. તેમણે યેલ, હાર્વર્ડ, પ્રીન્સ્ટન, ન્યૂયોર્કયુનિવર્સિટીમાં પ્રવચનો આપ્યાં છે. એમનાં બીજાં પુસ્તકો છે : The First Crusade : The Call from the East (2012).

વિષય પ્રવેશ :

પીટરફ્રેંકોપેન દ્વારા લખાયેલું આ દળદાર પુસ્તક, સીલ્કરોડ્સ તરીકે ઓળખાતા વૈશ્વિક વેપાર વાણિજ્યનામાર્ગોના વ્યાપક નેટવર્ક દ્વારા, વિશ્વની સભ્યતાઓ અને સંસ્કૃતિઓનીઆંતરસંલગ્નતા ઉપર પ્રકાશ પાડી દુનિયાના ઇતિહાસને નવા દૃષ્ટિકોણથી જોવા પ્રેરે છે. વાણિજ્યજગતનાઇતિહાસને સર્વગ્રાહી નજરથીનિહાળવા, વ્યાપાર નેટવર્કથી રચાયેલી આપણી દુનિયાને જોવાની સફર એ ‘રેશમ-રસ્તાઓ’ ઉપરથી કરાવે છે.

પ્રાચીન સમયમાં પર્શિયામાંપ્રથમવારવ્યાપારનું નેટવર્ક સ્થપાયેલું, પછી તે ચીનના વ્યાપાર માર્ગો સાથે સંકળાયું આથી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એક મોટું નેટવર્ક રચાયું. પરંતુ આ ‘રેશમ માર્ગો’ એ ભૂતકાળનાઅવશેષો નથી. તેમનાંરૂપો-સ્વરૂપોબદલાતાં રહ્યાં છે, તોયે તેની અસર આજે પણ અનુભવાય છે, તે છેક અમેરિકાના ભાગ્યશાળી જોડાણ સુધી લંબાયા છે.

પ્રસ્તાવના :

આમાં મારા ઉપયોગનું શું છે? રેશમ-માર્ગોના પ્રલંબ ઇતિહાસની સફર ખેડો... દુનિયાને ઘડનારીઘટનાઓના વિશ્લેષણમાં આ પુસ્તક ઇતિહાસનાયુરોપકેંદ્રીદૃષ્ટિકોણનેપડકારે છે અને મધ્ય એશિયા તથા રેશમ માર્ગોનામહત્ત્વને ઉજાગર કરે છે. લેખકની દલીલ છે કે આ વ્યાપાર માર્ગોએ જગતની રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનેખાસ્સી અસર કરી છે.

જગતનો ઇતિહાસ એ તો ખૂબ વ્યાપક અને મોટો વિષય છે, આવા વિશાળ વિષય સાથે કામ લેતાં, આપણને એની થોડી રૂપરેખા દોરી લેવાનુંસહેજે મન થાય. કેટલાક ઇતિહાસકારો એને રાજા-રજવાડાં, અમીર-ઉમરાવો, રાજ્ય વિસ્તાર યુદ્ધ-વિજય-પરાજયોની સાહસકથા તરીકે જુએ છે, તો વળી બીજા ઇતિહાસકરોએને વૈશ્વિક ઘટનાઓના ક્રમિક મહાકાવ્ય-કથા તરીકે આલેખે છે. પણ ઇતિહાસ એટલે વાસ્તવમાં એવું નથી. શક્તિશાળી શાસકો, ચક્રવર્તી સમ્રાટો, પ્રજાજનો એ તો આ અશક્યવત્ જટિલ પઝલમાં નાના નાનાટૂકડાઓ જેવા ભાસે છે.

તો પછી ઇતિહાસમાં મહત્ત્વનું શું છે? ચાલો, બીલ ક્લીન્ટનની ચૂંટણી પ્રચાર ટીમનાંજાણીતાંસૂત્રોનો સહારો લઈએ- the economy, stupid !- અરે મૂરખ, જગતમાં અર્થતંત્ર, અર્થસત્તા, ધનશક્તિ એ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. બીજું બધું તો સમજ્યા, મારા ભાઈ !

આપણા સતત પરિવર્તનશીલ જગતની સાથે, પ્રાચીન મેસોપોટેમિયામાં આકાર પામેલા વ્યાપાર માર્ગોના નેટવર્કે દુનિયાને ઘડી, બદલી અને વિસ્તરી છે. એનું મહત્ત્વ એટલું બધું છે કે આ વ્યાપાર માર્ગોનેSilk Roads(રેશમ માર્ગો), (રેશમ ખૂબ કિંમતી વસ્ત્ર અને પ્રતિષ્ઠાનુંસંપત્તિનું પ્રતીક ગણાતું) એવું નામ અપાયું. સુખ્યાતવિશ્વપ્રવાસીમાર્કો પોલો જે રસ્તે ઈટાલીથી ચીન ગયેલો તે સીલ્ક રોડ ગણાયો. આ રેશમ માર્ગે દુનિયાને નીકટતા બક્ષી, કારણ કે આ મુખ્ય માર્ગની અસંખ્ય શાખા-પ્રશાખાઓ દ્વારા પૂર્વ અને પશ્ચિમ બંનેએ વેપાર-વાણિજ્ય ખેડ્યાં. પરંતુ સીલ્ક રોડ એ કોઈ એકાકી ઐતિહાસિક ઘટના નથી. એમાં ઘણાં ઉમેરણો, માર્ગો-પેટા માર્ગો ઘણા તબક્કે થતા રહ્યાં. તેથી એને બહુવચનમાંSilk Roads-રેશમ માર્ગો-કહેવું વધુ અર્થપૂર્ણ રહેશે.

લેખકે ફ્રાંકોપેનનું વર્ણન સ્પષ્ટ કરે છે કે દુનિયાના ઇતિહાસને વૈશ્વિક વ્યાપાર-વાણિજ્યની વાર્તા તરીકે પણ જોઈ શકાય. એ દૃષ્ટિએ જે કોઈ આ રેશમ-માર્ગોનુંસંચલન અને સંચાલન કરે છે. તે જગત ઉપર રાજ કરે છે, એમ કહેવાય.

આંખની પલક ઝબકાવીને પાનાં ફેરવશો તો આ ત્રણ બાબતો શીખશો :-

• ‘ગુલામ’(slave)શબ્દ (અને આવી પ્રથાનો ખ્યાલ) ક્યાંથી આવ્યો?
• ‘બ્લેકડેથ’(વૈશ્વિક બીમારી)તમે ધારો છો એટલી ઘાતક-સંહારક નહોતી?
• કયો વ્યાપાર પર્શિયાનાશાહોને મરણ પથારીએ ખેંચી ગયો?

ચાવીરૂપ મુદ્દાઓ :

(૧) પ્રાચીન કાળમાં, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વસ્તુઓ અને વિચારોના (પરિ)વહનનીપ્રક્રિયાથી રેશમ-માર્ગો રચાયા.

હજારો વર્ષ પૂર્વે, યુક્રેટિસ અને ટીગ્રીસ નદીના વિસ્તારનો પ્રદેશ મેસોપોટેમિયાગણાતો હતો. આ વિસ્તાર, હાલના ઈરાક અને આસપાસનાદેશોનો પ્રદેશ-ભૂભાગ-એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું પારણું ગણાય છે. આ જ પ્રદેશમાં પહેલી વારશહેરો, રજવાડાં ને સામ્રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.

આ સામ્રાજ્યોમાં સૌથી મોટું હતું પર્શિયન સામ્રાજ્ય ! BCE છઠ્ઠી સદી સુધીમાં તો એનો વિસ્તાર પશ્ચિમમાં ઈજીપ્ત અને ગ્રીસ સુધી, અને પૂર્વમાં હિમાલય સુધી પ્રસરી ચૂક્યો હતો. આ સામ્રાજ્ય એનાં શહેરો વચ્ચેના વ્યાપાર-વાણિજ્યને લીધે વિકસ્યું હતું. અને એ વેપાર ભૂમધ્ય સમુદ્ર અને એશિયાનાહાર્દસમાપ્રદેશોનેજોડતામાર્ગોના નેટવર્કને લીધે શક્ય બન્યો હતો.

આ રસ્તાઓ બનાવવા એ એક સબળ સિદ્ધિ ગણાય, પરંતુ એ બધા પેલા મુખ્ય સીલ્કરોડનેબનાવનારા નસ-નાડી જેવા માર્ગો-ઉપમાર્ગો હતા, જે મુખ્ય રેશમ માર્ગે ચીન પાશ્ચાત્ય જગત સાથે સંકળાયું.

૨૦૬ BCE અને ૨૨૦ BCEના સમયગાળામાં હાન વંશ હેઠળ ચીને પોતાની ક્ષિતિજોવિસ્તારવાનું શરૂ કર્યું. એણે એની સીમાઓને ઉત્તર તરફ અને પશ્ચિમ તરફ-યુરેશિયન ભૂમિ તથા હાલનાં દક્ષિણ રશિયાનાં વિશાળ ગ્રાસલેન્ડ્સ સુધી પ્રસ્તારી. આ પ્રસ્તારને લીધે પર્શિયાના વેપાર માર્ગો ચીનના પોતાના રોડ નેટવર્ક સાથે જોડાયા. ચીને જ્યાં વિસ્તૃત પ્રદેશ બનાવ્યા તે તદ્દન અલ્પવિકસિત હતા, ચીનાઓ ત્યાંના સ્થાનિકો સાથે વેપારી સંબંધો બાંધી પૂરા પ્રદેશમાં શાંતિ-સમૃદ્ધિ જળવાય તેવું ઈચ્છતા હતા. તેમના વેપારમાં ચોખા, વાઈન અને કાપડ મુખ્યત્વે વધુ માંગ ધરાવતાં હતાં. ધનવાનો રેશમી કાપડની વધુ માંગ કરતા.

સિલ્ક(રેશમ) એ સંપત્તિ, સુખ અને સત્તાનું પ્રતીક બની ગયું. પ્રસંગોપાત રેશમી કાપડ કરન્સી તરીકે પણ વપરાતું. પશ્ચિમના દેશોમાં પણ વેપારવૃદ્ધિ થતાં રેશમની એક લક્ઝરીઆઈટમ તરીકે પ્રતિષ્ઠા વધી. વાસ્તવમાં, BCEની પ્રથમ સદીના, મધ્યે, ભૂમધ્યપ્રદેશોમાંરોમનું પ્રભુત્વ વધ્યું ત્યાં સુધીમાં રેશમની પ્રતિષ્ઠા સુપેરે સ્થાપિત થઈ ચૂકી હતી.

પરંતુ વાચક મિત્રો, યાદ રાખો કે વેપાર માત્ર ચીજ વસ્તુઓની જ હેરાફેરી નથી કરતો, એની સાથોસાથ વિચારો, જીવનશૈલી અને લાંબા ગાળેસંસ્કૃતિઓનો પણ વિનિમય અને પ્રસાર કરતો હોય છે. આ રેશમ-માર્ગો દ્વારા પૂર્વ અને પશ્ચિમ વચ્ચે પણ આવું જ થયું, જે સ્વાભાવિક હતું. આ વેપાર વિનિમયની લગોલગ જો કોઈ સૌથી વધુ પ્રસ્તાર પામ્યો હોય તો તે હતો-ધર્મ ! અને ધર્મ સાથે જે તે પ્રજાની, અનુયાયીઓની બધી જ બાબતો જોડાયેલી હોય છે—રહન સહન, ખાનપાન, સામાજિકતા, ઉત્સવો, માન્યતાઓ, રીતરિવાજો, સંબંધો વગેરે...એની પાછળ ચાલકબળ હોય આર્થિક પાસું, જે વિકસ્યું હોય છે વેપાર-વાણિજ્યથી. સ્થાનિક ફિરકાઓ, સંપ્રદાયો પ્રસ્થાપિત બીલીફસીસ્ટમ જોડે ઝડપથી ભળવા લાગ્યા. આ પ્રક્રિયાથી, દિવ્યતા-ભગવાન-ધાર્મિકતા જેવા મુદ્દાઓનો સ્પર્શ ધરાવતો એક રીચમેલ્ટીંગપોટ(ઉકળતો ચરુ)બનવા લાગ્યો. દા.ત. ગ્રીક દેવ મંડળ પૂર્વ તરફ પ્રસ્તર્યું, તો બૌદ્ધ ધર્મ ઉત્તર ભારત(બોધિગયા, બિહાર)થી ચીન અને અન્ય એશિયન દેશોમાં ફેલાયો. આથી વાસ્તવમાં આપણને સમજાય છે કે આ બધાં નેટવર્કથી, પેલેસ્ટાઇનના નાના પ્રદેશમાં ઉદ્ભવેલો ખ્રિસ્તી ધર્મ, ભૂમધ્ય અને એશિયન દેશોમાં કેવી રીતે ઝડપથી ફેલાઈ શક્યો.

(૨) નવા મુસ્લિમ જગતે રેશમ માર્ગોનો કબજો લીધો જેથી આખી દુનિયામાં વેપારની સાથોસાથ સમૃદ્ધિ અને જ્ઞાનનું વહન થયું.

ઇશુની પ્રથમ સહસ્ત્રાબ્દીની પ્રારંભિક સદીઓમાંરોમનસામ્રાજ્યનીપૂર્વીયપાંખો-અને પછીથી, બાયઝેન્ટાઈનસામ્રાજ્યની–એ એક પ્રતિસ્પર્ધી ઝોનનું સર્જન કર્યું. આ બંને સામ્રાજ્યોએ, પાશ્ચાત્ય જગતમાં પોતાનું વર્ચસ્વ અને નેતૃત્વ સ્થાપવા, Arsacid અને Sasanianપર્શિયનવંશીયશાસકો સાથે ભારે યુદ્ધોમાંડ્યાં. ૬ઠ્ઠી સદી સુધીમાં પશ્ચિમ યુરોપ, રાજકીય ઉથલપાથલ, ધાંધલ-ધમાલના એક અંધકાર યુગમાં પ્રવેશ્યું. આથી વિપરીત, અરેબિયનદ્વીપકલ્પમાં, સબળ ધાર્મિક ઓળખધારી એક નવી સહયોગી સત્તાધરી સર્જાઈ.

૬૧૦ECમાં મક્કા પાસેની Quraysh જાતિના મુહમ્મદ નામના વેપારીને કાંઈક દૈવી સંકેતો, ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયું. તે માનવા લાગ્યો કે ભગવાને મને તેના દેવદૂત તરીકે પસંદ કર્યો છે. બહુઈશ્વરવાદી આરબ જગતમાં, મુહમ્મદ ‘ખુદા-અલ્લા-અબ્રાહમ સર્વશક્તિમાન એક જ છે.’ એવું કહેનાર એકલો પડી ગયો. પણ સમય જતાં, સમજાતાં તેનો ઉપદેશ અને સંદેશ પ્રસર્યો અને સ્વીકારાયો. ઇસ્લામના નેજા હેઠળ આરબો એક થયા અને તેમની એક સંગઠિત પ્રજા તરીકેની ઓળખ બની. આ ધર્મનો ફેલાવો થોડો તલવારને જોરે પણ થયો. મુહમ્મદ અને તેમના અનુયાયીઓ રણમેદાને વિજયી થયા અને તેમણે દક્ષિણ એરેબિયાની જાતિઓને ઇસ્લામ અપનાવવાની ફરજ પાડી. અને પછી એનાં પરિણામો સપાટી પર આવવા લાગ્યાં. હવે સીલ્કરોડ્સ મુસ્લિમોના પ્રભાવક્ષેત્રમાં આવવા લાગ્યા.

લગભગ ૭૦૦ECની આસપાસ, ઇસ્લામ વિજય-વિસ્તાર દીવાલ પરનું લખાણ બની ગયો. અગાઉનાં બાયઝેન્ટાઈન અને પર્શિયન સુપરપાવર સામ્રાજ્યોનાં આર્થિક કેન્દ્રોને આરબોએ જીતી લીધાં. અને પછી એ જૂની રાજસત્તાઓ ધીરે ધીરે નામશેષ થઈ ગઈ. પરિણામ સ્વરૂપે, મુસ્લિમો, આરબ પ્રદેશ અને ચીનને જોડતા માર્ગો, બંદરો, શહેરો, રણદ્વીપનાં ટાઉન્સના વિશાળ નેટવર્ક કબજે કરવા સમર્થ બની રહ્યા. આ પ્રદેશમાં વેપાર દ્વારા, રેશમ માર્ગો દ્વારા માલસમાન ખડકાતો ગયો અને તેઓ ધનવાન, સંપત્તિવાન બનતા ગયા.

ધર્મની સાથે અથવા કહો કે પગલે પગલે કલા, વિજ્ઞાન, સંસ્કૃતિ, જીવનશૈલી પણ પ્રસરી. અને વેપાર દ્વારા સમગ્ર વિકાસનો એક નવો સુવર્ણયુગ મંડાયો. ચાઈનીઝ રેશમ, પોર્સેલીન જેવી લક્ઝરીઆઈટમ આ પ્રદેશમાં ઠલવાવાલાગી. તો પછી શિક્ષણ કેમ પાછળ રહે? શૈક્ષિણકપાઠ્યપુસ્તકો-જ્ઞાન-વિજ્ઞાન-સાહિત્ય પણ પધાર્યાં. મુસ્લિમ જગતે શિક્ષણને પણ મહત્ત્વ આપ્યું-ગણિત, ભૂગોળ, વિજ્ઞાન, ફિલસૂફી, ભાષાનો પણ વિકાસ થયો. આથી વિપરીત અંધકારયુગમાં જીવેલા યુરોપમાં બૌદ્ધિક વિકાસ જરા પાછળ ઠેલાયો, કારણ કે ખ્રિસ્તી ચર્ચે તો વૈજ્ઞાનિક અભ્યાસો અને નૂતન જ્ઞાન જિજ્ઞાસાને કચડવાની વૃતિ-પ્રવૃત્તિ આદરી હતી.

(3) ગુલામોના વેપારના ઉદ્દભવ અને જેરુસલેમ વિજય થકી યુરોપના ઉદયના સંકેત મળે છે.

A burgeoning slave trade and the conquering of Jerusalem signaled the start of Europe’s rise.

મુસ્લિમ સામ્રાજ્ય નવી ઊંચાઈ સર કરતું ગયું તે દરમ્યાન ગુલામોની માંગ પણ ઘણી વધી.પૂર્વીયયુરોપમાંથી મોટા પ્રમાણમાં ગુલામો, વાઈકીંગ(દરિયાઈ ચાંચિયાઓ) દ્વારા મુસ્લિમ જગતમાં લાવવામાં આવ્યા. મૂળભૂત રીતે આ લોકોના જૂથને Slavsકહેવાતું, તેના પરથી Slave(ગુલામ) શબ્દ બન્યો છે. ગુલામોનો વેપાર વિકસવાનાં લાંબા ગાળાનાંપરિણામોપણ જગતે જોયાં. યુરોપમાં ઠલવાતીલક્ષ્મી દ્વારા તેમને હવે દવાઓ, મસાલાઓ જેવી અતિ ઈચ્છિત લક્ઝરીઆઈટેમ્સ આયાત કરવાની માંગ/ઈચ્છા ઊઠી.

કીમતી પૂર્વીય પેદાશોની ડોમીનો ઈફેક્ટ યુરોપમાં તરત જ વર્તાવા લાગી. તેથી યુરોપીયનોએ પૂર્વ તરફ નજર દોડાવી અને તેમને સાંકળનારી ઈશુખ્રિસ્ત અને તેમની પાવન જન્મભૂમિની મુલાકાત લેવાની અને તેને જીતી લેવાની લાલસા જાગી.

ખ્રિસ્તી સશસ્ત્ર યોદ્ધાઓ ધર્મયુદ્ધ માટે જેરુસલેમ પહોંચ્યા. અને 15 જુલાઈ, ૧૦૯૯એ જેરુસલેમનું પતન થયું. અને એકીઝાટકે એક નૂતન યુગ ઊભરી આવ્યો—પાશ્ચાત્ય યુરોપના પ્રભાવનો યુગ ! મુસ્લિમોએ ચાર સદી સુધી(પછી વધુ નહિ) જેરુસલેમને કબજામાં રાખ્યું હતું. પણ રસપ્રદ બાબત એ છે કે, ખ્રિસ્તી કબજેદારો સામેનો પ્રારંભિક વિરોધ સ્થાનિક અને મર્યાદિત જ રહ્યો. તેથી ક્રૂઝેડ્સ(ધર્મયુદ્ધો)નો ઉપયોગ યુરોપીયનોએવધુને વધુ સત્તા અને સંપત્તિ હાંસલ કરવાના સ્પ્રીંગબોર્ડ તરીકે કર્યાનું લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ધર્મયુદ્ધ, આજે આપણે જે અર્થમાં લઈએ છીએ, તે અર્થમાં ધર્મને માટેનાં યુદ્ધ હતાં જ નહિ, પણ વાસ્તવમાં એ ધર્મની કુસેવા હતી, અને આર્થિક-રાજકીય સમીકરણોવાળાં સમરાંગણો હતાં.

હવે જયારે જેરુસલેમ ખ્રિસ્તીઓના હાથમાં આવ્યાથી ફરી એક વખત વ્યાપારનું સંતુલન શીફ્ટ થયું. યુરોપીયનોને નબળા પાડનાર જેરુસલેમનો એક જ મુદ્દો નહોતો. બારમી સદીના યુરોપની સામાજિક-આર્થિક પરિસ્થિતિને સુધારવામાં કોન્સ્ટન્ટીનોપલ અને એલેક્ઝાંડ્રિયા સાથેના વેપારનો પણ મોટો ફાળો છે.

ખાસ કરીને, જીનિવા, પિઝા અને વેનિસનાંઇટલિનાં નગર-રાજ્યો પણ ફારઈસ્ટ સુધી વેપારમાં સંકળાયાં તેથી સમૃદ્ધ થયાં.

(૪) માત્ર બે જ સદીના સમયગાળા દરમ્યાન, પહેલાં મોંગોલો દ્વારા અને પછી વ્યાપક રોગચાળાને લીધે, જગતનાં વ્યાપક આર્થિક હિતો, સ્વાર્થો અસ્તવ્યસ્ત થઈ ગયાં.

૧૧મી સદીના અંત ભાગે, ઉત્તર ચીનમાંવસનારીજાતિઓ પૈકી મોંગોલો એક હતા.લોકો તેમને તિરસ્કારની નજરે જોતા. બહારથી આવનારને તો તેઓ અવ્યવસ્થિત, અતંત્ર લોકોનાંધાડાં જેવા જણાતા. પણ વાસ્તવમાં તેઓ ઝીણવટભર્યા આયોજક અને ઊંચા વ્યૂહરચનાકાર હતા. આવા તેમના ગુણોને લીધે જ એશિયા અને યુરોપના મોટા પ્રદેશોને ૧૩મી સદી સુધીમાં જીતી શક્યા, અને એ રીતે દુનિયાનું સૌથી મોટું સંલગ્ન સામ્રાજ્ય સ્થાપી શક્યા. ૧૨૦૬ સુધી મોંગોલોએમોંગોલીયનપ્રદેશો ઉપર રાજ્ય કર્યું. ત્યાર પછી, તેમણે ધાકધમકીથી, બળજબરીથી કે હિંસાથી અન્ય જાતિઓને પોતાના શાસન હેઠળ ખેંચી લાવી. પછી, ૧૨૧૧માં, મોંગોલોએચીન જતાં જીન વંશની રાજધાની ઝોંગડુ યુદ્ધ કરીને કબજે કરી. ૧૨૩૦માં, મધ્ય એશિયામાં થઈને તેઓ પશ્ચિમ તરફ આગળ વધ્યા. ૧૨૫૮માં તેમણે બગદાદનેઘમરોળ્યું અને પછીના એક જ વર્ષમાં પૂર્વીય યુરોપ તરફના રસ્તા તરફ આગળ વધ્યા.

સદીના અંત સુધીમાં તો મોંગોલિયનસામ્રાજ્યનો વિસ્તાર ખાસ્સો વધી ગયો. તેઓ ઉત્તર ભારતના ભૂભાગથી લઈ બ્લેક સી અને પર્શિયનગલ્ફ સુધી વિસ્તર્યા. મોંગોલોના આ પ્રદેશ-પ્રસ્તારને લીધે તેમણે સીલ્કરોડ્સ અને અન્ય રસ્તાઓ પર પોતાનો પ્રભાવ પથરાયો. ત્યાર પછી, મોંગોલહેટ અને ડાર્કબ્લૂટાટારવસ્ત્રો જેવી ફેશન ઉપર તેમની સાંસ્કૃતિક અસર પણ વરતાવા લાગી. વસ્ત્રોની ફેશન ઉપરાંત મોંગોલો રોગચાળો પણ લાવ્યા...એ રોગજેવાતેવો નહિ-બ્લેકડેથ-યેરીસીનિયાપેસ્ટીસ નામના બેક્ટેરિયાથીફેલાતો એક પ્રકારનો ભયંકર પ્લેગ. ૧૪મી સદીના મધ્યભાગે, (તાજેતરનાવિશ્વવ્યાપી કોવિડ-૧૯ની જેમ)પ્લેગનીચપેટમાં જગતનો મોટો ભાગ આવી ગયો. અને આ રોગ વ્યાપારી માર્ગો દ્વારા ફેલાયો. મોંગોલોનાગૃહપ્રદેશએશિયનભૂભાગથી શરૂ થઈએ થોડા જ સમયમાં યુરોપમાં પ્રસર્યો, ઈરાન, મીડલઇસ્ટ, ઈજિપ્ત અને એરેબિયન પ્રદેશો પણ તેની અસર હેઠળ ઘૂંટણિયે પડ્યા.

બ્લેકડેથને લીધે થયેલો મરણાંક અકલ્પનીય હતો. ૧૩૪૭માં ફાટીનીકળેલાપ્લેગમાં એક જ શહેર વેનિસની વાત કરીએ તો એની ત્રણ-ચતુર્થાંશ વસ્તી હોમાઈ ગઈ. ખરેખર ભયાનક હાલત હતી ! સમગ્ર યુરોપની વસ્તીનો એક તૃતિયાંશભાગ પ્લેગમાં પરલોક સિધાવી ગયો...એમ લાગતું હતું કે યુરોપ હવે કઈ રીતે પાછું બેઠું થશે? પણ વક્રતા તો જુઓ કે પ્લેગ પછી એક નવા જ યુરોપીયન યુગનો ઉદય થયો.

(૫) યુરોપિયનોની સાહસિક સાગર સફરોએ આફ્રિકા, અમેરિકન પ્રદેશો અને એશિયા દ્વારા જગતને જોડી તો દીધું, પણ તેનાથી ભયાનક યાતનાઓ-પીડા પણ પ્રગટી.

બ્લેક ડેથ પ્લેગનો મરણાંક અભૂતપૂર્વ હતો, છતાં પ્લેગ પછીનું યુરોપ એક જુદી જ જગ્યા બની રહ્યું. તેની વસ્તીમાં ભારે નાટ્યાત્મક ઘટાડો તો થયો, પણ ત્યાર પછી કિસાનવર્ગ સશક્ત થયો અને સમૃદ્ધ વર્ગ નબળો પડ્યો. વ્યાજના દરો ઘટી ગયા, સંપત્તિ અથવા ધનનું સપ્રમાણ વિતરણ-વિસ્તરણ થયું. યુરોપના સામાજિક-આર્થિક પરિદૃશ્યને પલટી નાખનારાં આ બે પરિવર્તનોએઅર્થતંત્રને વેગ આપ્યો અને નવી ટેકનોલોજીના વિકાસને મદદ કરી...ખાસ કરીને મિલિટરી અને નેવલ(દરિયાઈ જહાજ)ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. ૧૫મી સદી સુધીમાં, નવા દરિયાઈ માર્ગો શોધવાનીસાગરખેડૂસફરો થવા માંડી. આવી સાહસ સફરો માટે પોર્ટુગલ અને સ્પેનપોર્ટ ઓફ ડીપાર્ચર બની રહ્યા. આના ઘણા સમય પહેલાં, યુરોપિયનોએ કરેલાં નેવલએક્ષ્પીડીશન્સ આફ્રિકા, અમેરિકા અને એશિયા જઈ ચૂક્યા હતા. જેણે દુનિયા નાની બનાવી દીધી હતી. પોર્ટુગિઝો આ બાબતમાં પ્રારંભ કરવામાં પહેલા હતા. તેઓએ ઇસ્ટર્નએટલાંટિક અને પશ્ચિમ આફ્રિકાના કિનારે આગળ વધતાં વધતાંકેનરીઆઈલેન્ડ્સ, મડેરિયા અને અઝોર્સ જેવાં દ્વીપ સમૂહો શોધી કાઢ્યા.

આ બધામાં, હિંદુસ્તાન તરફનો નવો દરિયાઈ માર્ગ શોધવા, ૧૯૪૨માં સ્પેનિશ ફ્લેગ હેઠળ નીકળેલો સાગર ખેડૂકોલંબસ ખૂબ પ્રખ્યાત થયો. અને એના મિશનમાં અમેરિકા વચ્ચે આવી ગયું. હિંદ આવવા નીકળેલકોલંબસ અમેરિકા જઈ ચડ્યો. ત્યાર પછી થોડા જ સમયમાં, ૧૯૪૭માં, બીજો પોર્ટુગિઝ સાગર માર્ગ સંશોધક-વાસ્કો ડી ગામા, કોલંબસ જેમાં નિષ્ફળ ગયો હતો તે હિંદ આવવાના સાગર માર્ગ શોધવામાં સફળ થયો. ૧૫૧૯માં, ફર્ડીનાન્ડ મેગેલને પહેલીવાર સાગર માર્ગે પૃથ્વીની પ્રદક્ષિણા કરી.

આ બધાં સાગર સાહસોને પરિણામે, યુરોપને કેંદ્રમાં રાખી નવા દરિયાઈ વેપાર માર્ગો શોધાયા-સ્થપાયા. આથી યુરોપને ઘણો ફાયદો થયો-અમેરિકાની સોના-ચાંદીનીખાણોમાંથી સંપત્તિ ખેંચી, ચીનથીપોર્સલીન અને સિલ્કની આયાત કરી, અને ખાસ મહત્ત્વનું તો એમનો આહાર ઝમકદાર બનાવનાર પીપર, તજ-લવિંગ-જાયફળ જેવા કીમતી મરી મસાલા એશિયાથી લાવી શક્યા. જો કે યુરોપના આ આર્થિક વિકાસ અને સંપન્નતાની બીજી કાળી બાજુ એ પણ રહી કે તેને કારણે બાકીની દુનિયાને ઘણું સહન કરવું પડ્યું.

મેસોઅમેરિકાનું શક્તિશાળી એમેઝોન સામ્રાજ્ય પતન પામ્યું, સ્પેનિશ વિજયવીરોએ ત્યાંના મૂળ સ્થાનિકોને મારી નાખ્યા. એ બિચારા દેશી રેડઈંડિયનો માત્ર તલવાર/શસ્ત્રોથી જ ન મરાયા, પણ યુરોપીયનસૈન્યો શીતળા, ઓરી-અછબડા જેવા ચેપીરોગો પણ ત્યાં લેતા ગયા, જેની સ્થાનિકો પાસે કોઈ પ્રતિકારક ઉપચાર-દવા નહોતી, એટલે બિચ્ચારા રોગના ખપ્પરમાં હોમાયા.

આ યુરોપિયનોએ બીજી એક અત્યંત અમાનવીય ઘૃણાસ્પદ બાબત આ યુગમાં કરી, તે હતો : વિશ્વમાં ગુલામોનો વેપાર ! અમેરિકાના વિશાળ ખેતરોમાં અને રસ્તા નિર્માણ કે કારખાનામાં કામ કરવા જરૂરી શ્રમશક્તિ માટે આફ્રિકન હબસીઓને જહાજોનાં ભંડકિયામાં ઘેટાં-બકરાંની જેમ ભરી તેમને ગુલામી પ્રથામાં ધકેલ્યા, કેટલું બધું અમાનવીય!

(૬) નવા વ્યાપારમાર્ગોએ નવાં આર્થિક સામ્રાજ્યો સર્જ્યાં, તેમ વિવિધ યુરોપીય સત્તાઓ એક પછી એક પ્રકાશમાં આવતી ગઈ.

યુરોપીયન સાગરખેડૂઓનાં સાહસોને સાભાર સલામ કરવી ઘટે કારણ કે તેમના લીધે યુરોપ વિશ્વના કેન્દ્રસ્થાને વીરાજ્યું.

ઇ.સ.૧૫૦૦ સુધીમાં, યુરોપ ખંડની શક્તિશાળી રાજ્યસત્તાઓ તરીકે પોર્ટુગલ અને સ્પેન ઉદય પામ્યા. પણ તેમનું શાસન અલ્પકાલીન રહ્યું. ૧૬મી સદીમાં ઉત્તર યુરોપ વધુ પ્રગતિ અને પ્રકાશમાંપાંગર્યું.

ઇંગ્લેન્ડનાદક્ષિણનાપાડોશીઓ દરિયો ખેડવાનીસર્યા તેમ ઇંગ્લેન્ડ પોતે પણ નિષ્ક્રિય ન રહ્યું. અંગ્રેજોએ પણ નવાં વેપાર સંબંધો બાંધવા, બધી દિશાઓમાં તેના સાહસિકોનેસરકાવ્યા. ૧૬મી સદીના અંત સુધીમાં તો એણે શ્રેણીબદ્ધ વેપાર કંપનીઓ સ્થાયી, અને તેમને દરેકને જે તે દેશ-પ્રદેશમાં વેપાર કરવાનો એકાધિકાર આપ્યો. ધ લેવન્ટ કંપની, ધ ટર્કી કંપની, (હિંદ આવેલી)ઇસ્ટ ઇંડિયા કંપની વગેરે ઇંગ્લેન્ડના અતિસફળ વેપારી થાણા તરીકે વિકસી.

તો વળી, ડચ લોકો પણ પાછળ ન રહ્યા. તેમણે પણ એવી જ કંપનીઓ ઊભી કરી, તેમાંની ખૂબ પ્રખ્યાત થઈ-ઇસ્ટઈંડીઝ કંપની અને વેસ્ટઈંડીઝ કંપની... આમ કરવામાં, ડચ લોકોએ આધુનિક કોર્પોરેશનનો ખ્યાલ શોધી કાઢ્યો, જે દ્વારા કોર્પોરેશનના અનેક રોકાણકારો પાસેથી ફંડ ભેગું કરી શકાય અને તેમની વચ્ચે ધંધાનું રીસ્ક(જોખમ)પણ, વહેંચી શકાય આવો કન્સેપ્ટ તેમણે વિકસાવ્યો.

પરંતુ બધી વસ્તુઓને સમયના પ્રવાહમાં પસાર થવાનું રહે જ છે. યુરોપની બહાર નજર ફેરવીએ તો ૧૯મી સદીના શરૂઆતનાં વર્ષોમાં ખૂબ મહત્ત્વાકાંક્ષી રશિયાનો ઉદય થયો. યુદ્ધનાભણકારાવાગવા માંડ્યા. રશિયાએ તેનો સરહદ વિસ્તાર શરૂ કર્યો અને હાલના ટર્કીમાં આવેલા ઓટોમન સામ્રાજ્ય ઉપર હુમલો કર્યો. ૧૮૨૦ સુધીમાં, પર્શિયન સેનાને ખદેડીનેકોકેસસ ઉપર કબજો કરી લીધો હતો. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાંજયારેરશિયાએ તેનો વિસ્તાર મધ્ય એશિયા સુધી કર્યો ત્યારે બ્રિટનને પણ ડર પેઠો કારણ કે બ્રિટિશર શાસિત હિંદુસ્તાન રશિયાની દક્ષિણ સીમાને અડીને જ આવેલું હતું, બસ એક સૈન્યની કૂચ જ પૂરતી હતી એની સીમામાં પ્રવેશવાને.

આથી ચાલાક –ચતુર બ્રિટિશરોએ એક વ્યૂહરચના ઘડી કાઢી. રશિયનો સાથે દોસ્તી કરી અને તેની દક્ષિણ સીમાએ અડેલા હિંદુસ્તાન(બ્રિટિશ સંસ્થાન)ઉપરથી તેમનું ધ્યાન હઠાવી, તેમની પશ્ચિમ સીમાએ અડેલાપ્રસિયા ઉપર ધ્યાન દોરવા પ્રોત્સાહિત કર્યું. પ્રુસિયા એ આજના આધુનિક જર્મનીનું પુરોગામી. તે વધતું જતું સત્તાશાળી ફ્રેંચ રિપબ્લીક તરીકે પ્રસંશા પણ પામ્યું હતું. આ રીતે મોટાં રાષ્ટ્રો વચ્ચે સત્તાસંતુલન સ્થિર કરવા રશિયા, બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે એક જોડાણ સ્થપાયું. જોકે નવા સ્થપાયેલા જર્મન રાષ્ટ્ર માટે આ કાંઈ સારા સમાચાર નહોતા. એને પણ સામ્રાજ્યવાદી લાલસા સળવળતી હતી, પણ બિચારું તે સંયુક્ત શત્રુદળોથી ઘેરાયેલું હતું. આવી બધી પરિસ્થિતિમાં, આ દેશો વચ્ચે લશ્કરી ટકરાવ અનિવાર્ય જણાઈ રહ્યો હતો. અને આખરે ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધફાટી જ નીકળ્યું.

(૭) ૨૦મી સદીના ઉદય કાળે, પર્શિયન ખનિજ તેલ ભંડારો માટે, પશ્ચિમનાસત્તાશાસકોએ લાઈન લગાવી દીધી.

પર્શિયાનાપેટાળમાં વિશાળ તેલ ભંડારો આવેલા છે એવું ઘણા લાંબા સમયથી જગત જાણતું હતું. પરંતુ ઇ.સ. ૧૯૦૦ પહેલાં કોઈ દેશે આ કાળા સોના(ખનિજતેલ), તેની દરકાર કરી નહોતી. બ્રિટનના વિલિયમનોક્ષ ડી આર્સીએ પર્શિયાના શાહને મનાવ્યા કે ખનિજતેલ સુધી તેમને પહોંચવા દે.

૧૯૦૧માં, પર્શિયન શાહ મોઝફ્ફરઅદ્-દીન શાહ કજારે, નોક્ષ ડી આર્સી જોડે એવા કરાર પર સહી કરી કે તે ૬૦ વર્ષ સુધી પર્શિયાનો નેચરલ ગેસ અને પેટ્રોલિયમ લઈ શકે અને તેના બદલામાં શાહને ૨૦ હજાર પાઉન્ડ કેશ અને બીજા ૨૦ હજાર પાઉન્ડના નવી સ્થાપેલી કંપનીના શેર મળે. તદુપરાંત, દર વર્ષે તેના નફાનો ૧૬% હિસ્સો મળતો રહે. આ કરાર Knox D’Arcy Concession તરીકે ઓળખાય છે.

જોકે શાહના પક્ષે તો આ જુગાર જ હતો, અને શાહ તે હારી ગયા. તેના કરતાં બ્રિટિશરોને ખૂબ ઘણો લાભ થયો. પણ આ કન્સેશન કરાર ૨૦મી સદીનો એક બહુમૂલ્ય દસ્તાવેજ બની રહ્યો. શાહના આવા ખોટા નિર્ણયે, ૮૦ વર્ષ પછી, પર્શિયન રાજાશાહીના પતનનાં બીજ વાવ્યાં.

દુનિયાના મહાસાગરોમાંતરતાં–ફરતાંજહાજોને તેલ તો જોઈએ જ, તેથી ખનિજતેલની માંગ ઝડપથી વધતી ગઈ. ડી આર્સી કંપનીનો ધંધો તો આથી મલ્ટીબિલિયનડૉલરનો બની રહ્યો. ૧૯૧૪માં, બ્રિટિશ સરકારે આ કંપનીમાં ૫૧% ભાગ પ્રાપ્ત કર્યો. અને થોડા દાયકાઓમાં તે બ્રિટિશ પેટ્રોલિયમ(BP)કંપની બની ગઈ.

પર્શિયાનું તેલ શોષીને બ્રિટન તો તગડું થવા માંડ્યું જેના બદલામાં પર્શિયન પ્રજાને ભાગ્યે જ કંઈ હાથ લાગ્યું, તેથી શાહનું રાજકીય વજન અને લોકપ્રિયતા તળિયે બેઠાં. ઇંગ્લેન્ડના ગોરાઓ વિરુદ્ધ પ્રજા જુવાળ વધતો ગયો અને લાગ્યું કે બ્રિટિશરોને તો હવે અટકાવવા માટે કાંઈક કરવું જ પડશે. અને તેથી, ૧૯૨૦માં, બ્રિટિશરોની વ્યથા-વ્યગ્રતા વધારતી ઘટના બની. અમેરિકાની ‘સ્ટેન્ડર્ડ ઓઈલ’ નામની એક ઓઈલ કંપનીને ઉત્તર પર્શિયામાંથી તેલ લેવાનો ૫૦ વર્ષનો કોન્ટ્રાક્ટા અપાયો. આ ઉત્તર ભાગમાં Knox D’Arcyએ એપ્લાય કર્યું નહોતું.

પર્શિયનોને આશા હતી કે અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ આ પ્રદેશમાં બ્રિટિશ પ્રભુત્વને પડકારશે, પણ એવું કાંઈ થયું નહિ. ઉલટાનું, અમેરિકનો તો પર્શિયાનું તેલ ચૂસવામાં બ્રિટિશરો કરતાં સવાયા નીકળ્યા, એવું એક પર્શિયન પ્રતિનિધિએ નોંધ્યું છે.

આ પ્રદેશ તો હજાર વર્ષથી રેશમ-માર્ગો દ્વારા વેપારનું કેન્દ્ર હતો. તેને માટે હવે શરમને અપમાનજનક સ્થિતિ આવી પડી. તેલની પાઈપલાઈનોએ પાશ્ચાત્ય જગતમાં સમૃદ્ધિ વહાવી જેના બદલામાં પર્શિયનોને ખાસ કાંઈ ના મળ્યું. તેમના શાહે તેલ કૂવાઓ લોભિયાઓ માટે ખુલ્લા મૂકી દીધા.

(૮) હિટલરે દક્ષિણ રશિયાની ફળદ્રુપ ભૂમિ જીતી લેવા પ્રયાસ કર્યો, પરંતુ તેની નીચી ઉત્પાદકતાને લીધે મોટી કત્લેઆમ સર્જાઈ.

ઑગસ્ટ ૧૯૩૯માં, નાઝી જર્મની અને સોવિયેટ યુનિયન(રશિયા)વચ્ચે બિનઆક્રમણ સંધિ થઈ. પરંતુ એ કરારમાં એક પાયાનું રહસ્ય છૂપું હતું : હિટલર અને સ્ટાલિને એવું નક્કી કરેલું કે પોલેન્ડ, જર્મની અને રશિયા વચ્ચે વહેંચાઇ જશે. અને તેથી ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ જર્મન Wehrmachtએ તેના પૂર્વીયપાડોશી ઉપર આક્રમણ કર્યું, જયારે રશિયાએ એ દરમ્યાન કશું ના કર્યું. પરંતુ હિટલરે પણ પોતાની પાસે કંઈક છૂપાવ્યું હતું, તેની પણ કંઈક ગુપ્ત ગણતરીઓ હતી કે તે દક્ષિણ-પૂર્વીય યુરોપમાં રેશમમાર્ગો સુધી પહોંચી જશે. આથી નાઝી જર્મનીનેજોઈતા ઘઉં અને ખનિજ તેલનાપુરવઠા મળી રહે- અને ખાસ તો-એક આંતરખંડીય યુદ્ધ છેડાઈ શકે. સ્ટાલિનને તો ખ્યાલ જ ન આવ્યો કે હિટલરના મનમાં આવું ચાલતું હશે. તેને પૂરી ચાલબાજીયુક્ત ગોઠવાયેલી પરિસ્થિતિનો અંદાજ ન આવ્યો.

તેમ છતાં, આવા આદર્શવાદી શત્રુઓ વચ્ચેનો કરાર કદીટકવાનો નથી એવું સ્ટાલિન અને હીટલર બંને અંદરખાને સમજતા હતા. તોયે જર્મનીએ તરત જ અનપેક્ષિત રીતે હુમલો કરી દીધો ત્યારે સ્ટાલિન ઊંઘતા ઝડપાયા. હીટલરે સોવિયેત યુનિયન પોતાની સેના વાળી અને ૨૨ જૂન, ૧૯૪૧ની પરોઢે તેની લશ્કરી ટૂકડીઓએ રશિયન સરહદ ઓળંગી. આ સવારનો સમય આવું કરવા માટે જરા વિચિત્ર લાગે, પણ જર્મનીનીએ ગુપ્ત ચાલ હતી.તેમણે પશ્ચિમમાં ફ્રાન્સ ઉપર હુમલો કરી ઓલરેડી કબજો કરી લીધો હતો, અને હવે પૂર્વ તરફ બીજી સરહદે ખેલવાનું ને તેને ખોલવાનુંલશ્કરી કૃત્ય પાગલપન જણાતું હતું. પણ હિટલરનું લક્ષ્ય બિલકુલ સીધું હતું- દક્ષિણ રશિયાનાં ઘઉં પકવતાં ફળદ્રુપ મેદાનો ! અને Reichની વસ્તી તથા સૈનિકોને અનાજ પૂરું પાડવા યુક્રેનનો ઉપયોગ થઈ શકે તેવી હિટલરની ચાલ હતી. આથી રશિયાને મળતો અનાજ પૂરવઠો અટકી જાય, અને રશિયનો ભૂખે મરે એવી તેની ગણતરી.

શરૂમાં તો જર્મનોની આગેકૂચ વણથંભી રહી. પરંતુ કુદરત પાઠ ભણાવે છે કુકર્મ કરનારને ! એ ન્યાયે, અતિશય ઠંડાગાર રશિયન શિયાળા-બર્ફીલા ક્ષેત્રની સામે હિટલર સેના ઘૂંટણિયે પડી ગઈ. અધૂરામાં પૂરું, તેની પૂરવઠા લાઈન પણ નબળી પડતી ગઈ. બરફનાં તોફાનોમાં લશ્કરી સરંજામ અને અન્ન તથા અન્ય પૂરવઠા કેવી રીતે પહોંચે? વળી ઓર એક ગણતરી ઊંધી પડી કે એ રશિયા અને યુક્રેનની ભૂમિમાં અપેક્ષા મુજબના મબલખ ઘઉં પાકતા નહોતા. તો પછી આટલી ભારે લશ્કરી મથામણનો મતલબ શી રહે? આથી નાઝીઓએ તેમના એન્ટી-સેમીટીકએજન્ડાને આગળ વધારવા માટે અછતનું બહાનું કાઢ્યું. એડોલ્ફએઇશમાન–Final Solutionના ઘડનારે જાહેર કરી દીધું કે ‘બધા યહૂદીઓને હવે વધુ વખત ખવડાવી શકાય તેટલો પૂરવઠો નથી.’ હા, એટલું જરૂર કે નાઝીઓએ યહૂદીઓને છાવણીઓમાં પહેલેથી ભેગા કરી રાખ્યા હતા-તેમના સામૂહિક સંહાર માટે ! લેખક નોંધે છે કે અપેક્ષિત અન્ન પૂરવઠાનો અભાવ એ ક્રૂર કત્લેઆમ તરફ દોરી ગયો.

(૯) બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાએ પશ્ચિમ એશિયા ઉપર પોતાનો પ્રભાવ પાથરવાનો પ્રયાસ કર્યો.

આખરે ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધની સંહારલીલા અટકી. દુનિયામાં ફરી એકવાર સત્તા-સંતુલન સ્થપાયું. હવે બે મહાસત્તાઓ એકબીજાની સામે ડોળા કાઢતી ઊભી-સોવિયેત યુનિયન અને યુનાઇટેડસ્ટેટ્સઑફ અમેરિકા !

ઘણા સમય પહેલાં, આ બંને મહાસત્તાઓનું ધ્યાન, રેશમ-માર્ગોનાઇતિહાસનાપ્રારંભબિંદુ ઉપર ગયેલું હતું : ૧૯૫૦ના દાયકામાં, હાલના ઈરાન(અગાઉનું પર્શિયા)ઉપર અમેરિકન પ્રભુત્વ વધવાની શરૂઆત થયેલી. ૧૯૫૦ સુધીમાં, ઈરાનનો સમગ્ર ખનિજ તેલ ઉદ્યોગ, ઈરાની પ્રજાના હિતાર્થેરાષ્ટ્રીયકૃત કરી દેવાની જોરદાર માંગ ઊઠી જ હતી, હવે એ બુલંદ અવાજને અવગણી શકાય તેમ નહોતો. ૧૯૫૧માં Mossadegh વડાપ્રધાન તરીકે ચૂંટાયા, અને તેમણે એ રાષ્ટ્રીયકરણનીપ્રક્રિયાને ગતિ આપવા સંમતિ દર્શાવી. અમેરિકાને તો ખબર જ હતી કે આવું થશે તો પોતાનો પ્રભાવ ઘટશે. તેલક્ષેત્રો સુધી દોરી જતો પોતાનો વ્યૂહાત્મક માર્ગ મોકળો રાખવા અમેરિકાએ બીજી ચાલ ગોઠવી, તેનો ઝડપી અમલ કર્યો. ૧૯૫૩માં સેન્ટ્રલ ઇંટેલિજન્સ એજન્સી CIAઅમેરિકાએઈરાની વડાપ્રધાન Mossadegh ને જ દૂર કરવા બળવો કરાવ્યો.

ઈરાની તેલના કૂવાઓ ઉપર નિયંત્રણ/કબજો કરવા સંખ્યાબંધ અમેરિકનઓઈલકંપનીઓએ લાઈન લગાવી. એનો ગર્ભિત ઈશારો એ પણ ખરો કે આ તેલ-સમૃદ્ધ ક્ષેત્રમાં રશિયાનો પડછાયો ન પડે. ચતુર અમેરિકાનું લક્ષ એ હતું કે ભૂમધ્યપ્રદેશોથી માંડી હિમાલયક્ષેત્ર સુધીના પટ્ટામાં આવતા દેશો-પ્રદેશોમાંઅમેરિકન-નીતિ-તરફી સરકારો રચાય અને અમેરિકાને તેમનો આર્થિક અને લશ્કરી ટેકો મળતો રહે.

પણ અમેરિકાની આ મતલબી મુરાદ બર ન આવી, ઉલટાનું જગતના રાજકારણમાં તેની દખલંદાજીની દાનતની ભારે કિંમત તેણે ચૂકવવી પડી. અમેરિકાને તેલ ચૂસવા દેનાર શાહ ૧૯૭૯ના ઈરાનીબળવામાં પદભ્રષ્ટ થયો. ઈરાનમાંઅમેરિકન-વિરોધી જનલગણી સમજી શકાય તેવી હતી અને તે ઝડપથી વધતી ગઈ. અસંતુષ્ટ ઈરાની વિદ્યાર્થીઓ, તહેરાનમાં આવેલી અમેરિકનએમ્બેસીમાંઘૂસી ગયા, અને ત્યાંના ૬૦ જેટલા રાજદ્વારી સ્ટાફને બંદી બનાવ્યા, ને એક વરસ સુધી તેમને નછોડ્યા..અને સીધી-સી બાત હૈ કિએવે સમયે તેમને હેમખેમ છોડ્યા, જયારે એ પ્રદેશમાં અમેરિકાનો પ્રભાવ બિલકુલ ઓસરી ચૂક્યો હતો. નાક દાબો તો મોઢું ખુલે તે આનું નામ.

અમેરિકનોએ બીજી પણ એક ગફલત કરી ૧૯૭૦ના દાયકાના અંતે, રશિયનોનેઅફગાનિસ્તાનમાંપ્રસરતારોકવામાટે, ઇસ્લામિક કટ્ટરતાવાદીઓને ઘણી સહાય કરી, શસ્ત્રો પણ પૂરાં પાડ્યાં... સોવિયેત યુનિયનના વિઘટન પછી એ જ ઇસ્લામિક ઝનૂની કટ્ટરતાવાદીઓ હવે અમેરિકાની સામે થયા...અને તમે તાજો ઇતિહાસ જાણો જ છો-નાઈનઈલેવન ! ૯/૧૧/૨૦૦૧ના રોજ એ કટ્ટરવાદીઓએઅમેરિકાને તેની જ ધરતી પર તમાચો મારી વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ગગનચૂંબી ભવનોને જમીનદોસ્ત કરી દીધાં ! અને આતંકવાદની અત્યાચાર લીલા જોઈ જગત થથરી ગયું. વાવો તેવું લણો ! આપણી કહેવતો ઘણું કહી રહી છે.

(૧૦) જે પ્રદેશે આપણને રેશમ-માર્ગો આપ્યા તે અંધાધૂંધીમાં છે, પણ તે વૈશ્વિક સત્તા તરીકે સળવળીને બેઠો થઈ રહ્યો છે.

અમેરિકાઅને યુરોપનાસત્તાધીશોનાંદુસ્સાહસોએપૂર્વીય યુરોપ, મિડલઇસ્ટ અને પશ્ચિમ તથા મધ્ય એશિયાનામહત્ત્વનેનિદર્શિત કર્યું છે. ધરતીનો આ ભૂભાગ, જ્યાં હજાર વર્ષ પહેલાં રેશમ-માર્ગો રચાયા હતા તેનું ભવિષ્ય હજી તેજસ્વી છે-આ વાત દુનિયાને દીવા જેવી સ્પષ્ટ દેખાઈ રહી છે. આખરે તો આ પ્રદેશ પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ વચ્ચે સેતુરૂપ છે, એટલે એનું મહત્ત્વ મટી જાય તેવું તો ન જ બને. પરંતુ એનું ઉજળું ભાવિ કેવું હશે તેનો ચોક્કસ ચળકાટ ચર્ચાસ્પદ છે.

યુક્રેનનો દાખલો લો. એને માટે જુદા જુદા દેશોના જુદા જુદા દૃષ્ટિકોણ છે. બિચારું યુક્રેન-પૂર્વવાળા તરફથી અને પશ્ચિમવાળા તરફથી-બંને બાજુથી પોતપોતાના તરફ ખેંચાઈ રહ્યું છે..ચાલો, સીરિયાનો દાખલો લો. તેના ભયાનક સીવિલવૉરમાંકન્ઝર્વેટીવ્ઝની સામે લીબરલ્સ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સામે સરકાર-ઘુરકિયાં ને દાંતિયાં કરી રહ્યા છે...ત્રીજું વળી એક કોકેસસ છે, જ્યાં રાજકીય અસ્થિરતા સ્થિર બેઠી ને પેઠી છે. એ જ રીતે ચેચન્યા અને જ્યોર્જીયા તરફ પણ નજર કરો.

પણ જયારે એક ભૂભાગ પુનઃઉદિત થતો હોય ત્યારે આવી અસમાન્યસંઘર્ષક્ષણો તો સર્જાતી રહેવાની. કારણ કે દુનિયાનું રૂપકાત્મકગુરુત્વાકર્ષણ કેન્દ્ર ફરી પાછું એ જ બિંદુ(ધરી)ઉપર આવી રહ્યું છે, જ્યાં એ હજાર વર્ષ પૂર્વે ગોઠવાયેલું હતું. આ માટેનું એક દેખીતું અગત્યનું કારણ એ હતું કે આ પ્રદેશ પ્રાકૃતિક સંસાધનોનો વિશાળ ભંડાર ધરાવતો હતો. જેમ કે કેસ્પિયનસાગરનાપેટાળમાં વિશાળ ફ્રૂડ ઓઈલભંડારાયેલું છે, યુક્રેનનાડોનબાસ પ્રદેશમાં કોલસાનીખાણો છે, તુર્કમેનિસ્તાનમાંનેચરલ ગેસ રીઝર્વ છે અને કઝાખસ્તાનમાં દુર્લભ ખનિજો આવેલાં છે...આથી આ પ્રદેશોનાંશહેરો વિકસી રહ્યાં છે, નવાં ગગનગામી મકાનો શહેરની સાંકડી જગ્યામાં ઊગી રહ્યાં છે. લકઝરીહોટેલ્સ-રિસોર્ટસ, એરપોર્ટ્સ બની રહ્યાં છે. નવાં નવાં વાહન-વ્યવહાર માર્ગો, જોડાણોનંખાઈ રહ્યાં છે. આથી સ્પષ્ટ છે કે વેપાર-વાણિજ્ય, ટુરિઝમ, ઉદ્યોગ-ધંધા વધવાના જ છે. માત્ર ઉત્તરીય વિતરણ નેટવર્કનો વિચાર કરો : રશિયા, ઉઝબેકિસ્તાન, કઝાખસ્તાન, કિરગીઝસ્તાન અને તાજીકિસ્તાન વચ્ચે શ્રુંખલાબદ્ધટ્રાન્સીટ રોડ બની રહ્યા છે. એટલું જ નહિ, ચીનને જર્મનીનાં વિતરણ કેન્દ્રોને જોડતી આંતરખંડીયરેલ્વેલાઈનો પણ નંખાઈ રહી છે.અરે, મીડલઇસ્ટથી યુરોપ સુધીની તેલનીપાઈપલાઈનો પણ સાકાર થઈ રહી છે.

તમને થશે માત્ર વેપાર-વાણિજ્ય, અર્થતંત્રનો જ વિકાસ થવાનો છે? ના, ભાઈ ના ! એ તો શરીરના રક્તસંચાર જેવું છે. એને લીધે જીવન અને જગતનાં અન્ય ક્ષેત્રોને પોષણ મળે છે. જુઓ, પર્શિયનગલ્ફમાંકલાશિક્ષણ-સંસ્કૃતિનાંકેન્દ્રો પણ વિકસી રહ્યાં છે-અબુ ધાબીમાંGuggenheim મ્યૂઝીયમ, અઝરબૈજાનમાંબાકુમ્યૂઝીયમઑફમોર્ડન આર્ટ, યેલ અને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા સંચાલિત આઈવીલીગ્સ વગેરે પણ શરૂ થઈ છે. હજી પશ્ચિમના ઘણા લોકો આ પ્રદેશને ‘આ તો બીજી દુનિયા છે’ એવું માનવા મથી રહ્યા છે અને એને એક અત્યાચારી, જુલ્મી, હિંસક શાસનનું ખાબોચિયું તરીકે જોઈ રહ્યા છે. પણ આ પ્રદેશ ફરી એકવાર વ્યાપાર અને વિચારનો ઉકળતો ચરુ બની રહ્યો છે. આ સમયે એવું ધારવું સલામત રહેશે કે રેશમ-માર્ગોના પ્રદેશ ઉપર ચીનનો પ્રભાવ વધશે, જે પશ્ચિમનાપ્રભાવનેખાળી શકશે. ચીન આ વિસ્તારના ઘણા માળખાગતવિકાસનાપ્રકલ્પોને આર્થિક મદદ કરી રહ્યું છે. અને તેના આ દૂરંદેશીપૂર્ણ રોકાણો દ્વારા એ જૂના રેશમ-માર્ગો ઉપરાંત નવા વેપાર-માર્ગોની જાળ બિછાવી રહ્યું છે. આ રીતે, રેશમ-માર્ગોનીઆ ધરા અને ધરી ફરીથી ધાર કાઢી રહી છે.

ચાવીરૂપ મુદ્દાઓ :

વેપાર અને સાંસ્કૃતિક વિનિમય : યુરોપથી ચીન અને તેથી પણ આગળનાં વિવિધ સભ્યતાનાંકેન્દ્રોની વચ્ચે માલસમાન, વસ્તુઓ, વિચારો, ધર્મ અને વિજ્ઞાન-ટેકનોલોજીનો વિનિમય રેશમ-માર્ગો દ્વારા વિકસ્યો.

સત્તાની ફેરબદલ : સામ્રાજ્યોની સત્તાની ઉથલ-પાથલ, રેશમ-માર્ગો ઉપર આવેલાં ચાવીરૂપકેન્દ્રો ઉપરના તેમના નિયંત્રણ સાથે સંકળાયેલી બાબત છે. એમાં રોમન, બાયઝેન્ટાઈન, પર્શિયન, અને પછીનાંઓટોમાન અને સફાવીદ્સામ્રાજ્યોનો સમાવેશ થાય છે.

ધર્મોનો ફેલાવો : બૌદ્ધ, ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી જેવા જગતના મુખ્ય ધર્મોનો જાગતિક સ્તરે પ્રસ્તાર આ રેશમ-માર્ગો દ્વારા થયો.

આર્થિક સ્વાયત્તા : વેપાર-વણજના રેશમ માર્ગોએ આર્થિક પરસ્પરાવલંબનનું જાળું ઊભું કર્યું, જેણે રાજકીય સરહદો ઓળંગી સાંસ્કૃતિક-સામાજિક સહયોગ અને સંયોજનને વેગ આપ્યો.

તાંત્રિકી/તકનિકી વિનિમય : આ રેશમ માર્ગો દ્વારા પેપરમેકીંગ, ગનપાવડર, કમ્પાસયંત્રો જેવાં નવીનીકૃતતકનીકીઆવિષ્કારો પણ આ રેશમમાર્ગો થકી ટ્રાન્સમિટ થયા, જેથી ઇતિહાસ પણ પ્રભાવિત થયો.

સંકટ અને પતન : સંઘર્ષો, આક્રમણો અને નવા દરિયાઈમાર્ગોની શોધ, રાજકીય ઉથલપાથલો જેવાં પરિબળોએ રેશમ-માર્ગોમાંગાબડાંપાડ્યાં. સાહસિક સાગર સફરના યુગમાં જળમાર્ગોશોધાતાંજમીનમાર્ગનુંમહત્ત્વ થોડું ઓછું થયું.

ઉપસંહાર :

The Silk Roads વિવિધ દેશો-પ્રદેશોની વચ્ચે સામાજિક-આર્થિક વિકાસ કેવીરીતે થયો, સંસ્કૃતિ સર્જન કેમ થયું. માલસામાન, લોકોઅને વિચારો, ધર્મો કેવી રીતે ફેલાયા તેનું સર્વગ્રાહી દર્શન કરાવે છે. જગતમાં મધ્ય એશિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂકીને, અલ્પખ્યાત ઐતિહાસિક ઘટનાઓ પ્રકાશમાં લાવીને, આ પુસ્તક પરંપરાગત ઐતિહાસિક વર્ણનશૈલીને પડકારે છે અને વૈશ્વિક આંતર સંબંધો, વિચાર-વિનિમયની સંકુલતાને ઉદ્ઘાટિત કરે છે.

અવતરણો:

  • “રેશમ-માર્ગો એ કોઈ દૂરનાં વિદેશી જોડાણોની શ્રુંખલા નહોતી, પણ દેશો, ખંડો, સાગરોનેજોડનારી એક જાળ (નેટવર્ક)હતી.”
  • “માલની હેરફેર, હલન-ચલન એ રેશમ માર્ગોની લાક્ષણિકતા છે, ભૂલ નથી.”
  • “અફઘાન પર્વતમાળાની વિશાળતા અને તે વેરાન પ્રદેશની નિર્જનતા જોઈ સદીઓથી મુસાફરો નવાઈ પામતા રહ્યા છે. અને ત્યાંના લોકોની હિંસકતા ઉપર નુકતેચીની કર્યા વિના કોઈ યાત્રી ત્યાંથી પસાર થયો નથી.”
  • આવાં અવતરણો આ પુસ્તકમાં પ્રસ્તુત કેટલાક ચાવીરૂપવિષયવસ્તુ અને વિચારોને ઉજાગર કરે છે. અને માનવજાતિના ઇતિહાસના ઘડતરમાં રેશમ-માર્ગોના મહત્ત્વને પ્રકાશમાં લાવે છે.