અંતરંગ - બહિરંગ/પ્રાસ્તાવિક

પ્રાસ્તાવિક

તેમના ઘરે શિશિરની સવારના આછા તડકામાં રવીન્દ્રનાથનું પઠન કરતા ભોળભાઈને જોઈને આપણને થશે કે આપણે બંગબંધુને સાંભળી રહ્યા છીએ કે શું? ભોળાભાઈ પટેલ એટલે આપણી ભાષાના સમર્થ લલિતનિબંધકાર, પ્રવાસલેખક, અભ્યાસી વિવેચક, ઉત્તમ અનુવાદક, રવીન્દ્રનાથના, હિન્દી લેખક અજ્ઞેયજીના તથા આપણા કવિ ઉમાશંકરના અઠંગ અભ્યાસી અને અનુરાગી એવા ભોળાભાઈ. એમણે સર્જનાત્મક લેખન પ્રમાણમાં મોડું, ઉત્તરવયે શરૂ કર્યું પણ તે એક મેચ્યોરિટી-પરિપક્વતા સાથે આવ્યું. આજની આ મુલાકાતનો હેતુ એમના જીવન તથા સર્જનના વિહંગાવલોકન સાથે તેમાં કંઈક અવગાહન કરવાનો પણ છે.

યજ્ઞેશ દવે