અથવા અને/અરેરે હવે તો કોઈ ફોડો મારું પેટ....
અરેરે હવે તો કોઈ ફોડો મારું પેટ....
ગુલામમોહમ્મદ શેખ
અરેરે હવે તો કોઈ ફોડો મારું પેટ.
અને આ ભૂંડને હાલ મરેલા પેગમ્બરના મડદાને
બહાર ઠેલો.
અરે, મારા પાંસળે વળેલી ગાંઠ છોડો,
મારા વાંસેથી ધૂંસરી ઢીલી કરો.
વિચારોની વીંછણ ડંખી છે મારા પગને અંગૂઠે,
મને ઝાલો મારું માથું નીતરી ગયું છે વીર્યમાં.
નહિ તો હું ઉકરડાની જેમ ભાંગી પડીશ,
ક્યાં તો સાંજના એકાન્તમાં મારા શિશ્નનો ટોટો પીસી દઈશ.
મને ઝાલો નહિ તો હું વહી જઈશ
નહિ તો હું ઊતરી જઈશ મારા પેટમાં,
મને મારા પેટમાં ઊતરી જતાં વારો.
ડિસેમ્બર, ૧૯૭૧
અથવા