અથવા અને/દિનચર્યા

દિનચર્યા

ગુલામમોહમ્મદ શેખ


રોજ રોજ
રાતના કાળા કળણમાં
દાડમના દાણા ડૂબું ડૂબું
ગજા ઉપરવટ સૂરજ ગળચી
આંખો આંધળી ભીંત.
ઘાસ ખાઈ ખાઈને
કીધા પીળા પોદળા
તેની ગંધના બેય કાને પૂમડાં.
રખડવું ભૂંડ પેઠે
ફેંદવો એંઠવાડ
ભટકવું શેરીએ શેરી
ચગળવી રોટલાના બટકા જેવી જીભ.
સળગતું સાપોલિયું
પાળવું પેટમાં
બપોરનું બળતણ બાળી
તડકાની તરવારો ઝીલી ઝૂઝવું
આખો દિ’.
રાતના કૂવે છાતીનાં છોતરાં ચૂસતા
વરસવું
કળણમાં,
ધરબવાં રાતાં બીજ.

૧૯૮૦નો દશક
અને