અથવા અને/રાતી ધરા...

રાતી ધરા...

ગુલામમોહમ્મદ શેખ

રાતી ધરા
લીલાશ કાજુમ્હોરની મઘમઘે જોજન લગી
મત્ત ફાટુંફાટ કાળાઘૂમ ચહેરા
મમળાવતી સદીઓ
પુરાણી
સાત સમદર પારની.
દાંત માંજેલા ચળકતા
ધોળ પર ધોળ ચડેલાં દેવળ
મંગેશ મંદિરે ઝાડદીવો
વૈતાળની આંખમાં છીપ.
ઉત્તિષ્ઠ લિંગ (પુજારીએ ઢાંકી રાખ્યું છે).
દરિયો ડામાડોળ.
પ્રસ્વેદ પ્રસ્વેદ.

ગોઆ, ૧૯૮૩
અને