અથવા અને/સ્મૃતિ

સ્મૃતિ

ગુલામમોહમ્મદ શેખ



ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં
મીઠાશ પી પીને મરી ગઈ એક કીડી.
એ જોઈ
મારા મગજની પછવાડે ભરાઈ બેઠેલી
અધકાચી સીમ મારી હથેળીમાં ઊતરી આવી:
આંગળે આંગળે ઊગ્યા આંબા,
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં.
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું
એને મેં ટાંકણીથી કોચી જોયું.
કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહી.

માર્ચ, ૧૯૬૩
અથવા