અનુનય/જવાનું

જવાનું

મારે હવે આ બધું છોડવાનું છે :
જૂના ચીલા
ચિરપરિચિત ચાલ
પડેલાં પગલાં
ને ચાલનારા ચરણોને પણ–
કેમ કે
મારે મારાથીય આગળ
મારીય પાર જવાનું છે.

૮-૨-’૭૭