અબ્દુલકાદર લુકમાનજી કુંડલાવાળા

કુંડલાવાળા અબ્દુલકાદર લુકમાનજી : મૃત્યુ પાછળના જમણવારો અને કન્યાવિક્રય જેવી કુરૂઢિઓને કારણે કથાનાયક તુરાબે સહેવા પડતા આર્થિક અને સામાજિક સંઘર્ષોને મર્મસ્પર્શી રીતે નિરૂપતી નવલકથા ‘ટળવળતો તુરાબ’ (બી. આ. ૧૯૧૫)ના કર્તા.