અમાસના તારા/કૃતિ-પરિચય
વ્યિક્તચિત્રો, સંસ્મરણો અને આત્મકથા-અંશો – એવી ત્રિવિધ મુદ્રા ધરાવતું આ પુસ્તક છે. એનું સૌથી વધુ રસપ્રદ પાસું એનું પ્રસન્ન રમણીય ગદ્ય છે. બા જેવાં રેખાચિત્રોની લખાવટ વાર્તા જેવી રસાળ છે. એનો આર્દ્ર વાત્સલ્ય રસ ચરિત્ર-લેખનને આસ્વાદ્ય બનાવે છે. બીજાં કેટલાંક લખાણોમાં અધ્યાત્મ અને રહસ્યની રેખાઓ છે છતાં એની શૈલી પ્રવાહી અને રસળતી છે. પુસ્તકમાં આત્મકથાત્મક અંશોને ગૂંથતાં સ્મૃતિચિત્રો બહુ માર્મિક છે ને વ્યિક્તચિત્રો યાદગાર છે. એનો અનુભવ આ પુસ્તક વાંચતાં વાંચતાં સૌને થવાનો.
તો, પ્રવેશીએ અમાસના આકાશમાં ચમકતા તારકો જેવાં તેજસ્વી અને રમ્ય આલેખનોની ચિત્રવિથિમાં…
(પરિચય: રમણ સોની)