અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુકુમાર ત્રિવેદી/ફફડાટ
ફફડાટ
ઇન્દુકુમાર ત્રિવેદી
ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સ્હેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.