અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/દરિયામાં ચાંદનીની શોભા
દરિયામાં ચાંદનીની શોભા
નર્મદ
આહા ! પૂરી ખીલી ચંદા
શીતળ માધુરી છે સુખકંદા
પાણી પર તે રહી પસારી
રૂડી આવે લહરમંદા
શશી લીટી રૂડી ચળકે
વળી હીલે તે આનંદા
ઊંચે ભૂરું દીપે આસમાન
વચ્ચે ચંદા તે સ્વચ્છંદા
નીચે ગોરી ઠારે નેનાં
રસે ડૂબ્યા નર્મદબંદા
નર્મદ • દરિયામાં ચાંદનીની શોભા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: અમર ભટ્ટ