અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કેટલીક કડી

કેટલીક કડી

પ્રિયકાન્ત મણિયાર

કેટલું સ્હેલું અરે જલની લહરને જાગવું
કેટલું વ્હેલું અરે જલની લહરને ભાંગવું.


છો ભલે આજે હવે મેં દૃષ્ટિ મારી ખોઈ છે,
અંધારની ને તેજની મેં એક સીમા જોઈ છે.


નાહક બધી આ વેલીઓ રે આસમાને છે પૂગી,
જેનો નશો અમને ચડે તે દ્રાક્ષ તો ક્યાં છે ઊગી?


ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂજીને હું હવે આ આંસુને લ્હોતો નથી.


એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બસશે.