અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/‘છ કાવ્યો’માંથી
‘છ કાવ્યો’માંથી
બાબુ સુથાર
સાંજ પડી છે.
દૂર દૂર સીમમાં કોઈક
એના રાવણહથ્થા પર
ગીત ગાઈ રહ્યું છે
એના શબ્દો
થોડા થોડા સમજાઈ રહ્યા છેઃ
“આ ભેંસો જેની હતી એમને પાછી
આપી આવજે વીરા.”
ઓહ, આ તો વિજાણંદ
મારો બાળપણનો ભેરુ
હું પણ ગયેલો એની સાથે
ચાંદરી ભેંસો લેવા.
પછી હું જાઉં છું
એ ગીત ભણી
ભેંસો લેવા.
સવારે ઊઠું છું ત્યારે
મને મારી પરસાળમાંથી મળી આવે છે
એક જંતરઃ ભાંગ્યુંતૂટ્યું
તથાપિ, સપ્ટે.-નવે.