અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /કુ. વિપાશા


કુ. વિપાશા

વિપાશા


ચહેરો
ચહેરો ફાડી બહાર
સરક્યો,
પસર્યો
થંડો,
ગરમ ચહેરા પર.


હવાબંધ ગોળામાં
બેસી મગજ નીકળ્યું.
ફરવી ટાપુઓ પર.
ગોળો તૂટ્યો
મગજ રેલાયું
ઉઘાડું
અદૃશ્ય.
છે,
અર્થ વિના
અર્થો શોધતી
માત્ર
અકળવકળ આંખો.


જગ ચાલે છે,
હું ઊભી.
જગ વહે છે,
હું થીજી.