અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/હું ચાહું છું


હું ચાહું છું

સુન્દરમ્

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

(વસુધા, પૃ. ૧૬૧)