અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/નિદ્રા

નિદ્રા

હરીન્દ્ર દવે

કોઈનો સ્નેહ
ક્યારેય ઓછો નથી હોતો:
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

શિયાળાની આ ઠંડી રાતે
ક્ષિતિજ પર થીજી ગયેલો શ્વાનનો અવાજ
રહી રહીને ઓગળતો હોય, એમ
થોડા થોડા સમયના અંતરે સંભળાયા કરે છે.

અત્યારે
કેવળ મારા એકાન્તની બાજીમાં
જોડીદાર બનવા કોઈ કેવી રીતે આવી શકે?

(માત્ર પહેલી દસ લીટીઓ લીધેલ છે.)