અલ્પવિરામ/કાવ્યો

કાવ્યો

સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે,
વ્યાપી જતું ઝેર તરત્ નસે નસે;
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.