આચાર્ય વિજયેન્દ્રસૂરિ

આચાર્ય વિજયેન્દ્રસૂરિ (૧૮૮૦, –): ચરિત્રકાર, ઇતિહાસકાર. જન્મ સનખતરા (જિ. શ્યાલકોટ, પંજાબ)માં. પૂર્વાશ્રમનું નામ બુધામલજી ગોપાલદાસ. પ્રાથમિક શિક્ષણ જન્મભૂમિમાં, પછી શ્યાલકોટમાં. ૧૮૯૫માં જૈનધર્મની દીક્ષા. એમાં ‘સંસ્કૃત–પ્રાકૃત સિરીઝ’ શરૂ કરી, જે આજે ભાવનગરમાં ‘યશોવિજય ગ્રંથમાળા’ને નામે ચાલે છે. દેશ-પરદેશમાં જૈનધર્મ-સાહિત્યનો પ્રસાર કર્યો. ‘હેમચંદ્ર લાઇબ્રેરી’ની શરૂઆત એમણે કરેલી. એમની પાસેથી ચરિત્ર ‘મહાક્ષત્રપ રાજા રુદ્રદામા’ (૧૯૩૭) અને પ્રવાસવર્ણન ‘વૈશાલી' (૧૯૫૮) ઉપરાંત ‘રેમિનિસન્સિસ ઑવ વિજયધર્મસૂરિ' (૧૯૨૩) મળે છે.