ઇબ્રાહિમ રણછોડભાઈ

ઇબ્રાહિમ રણછોડભાઈઃ ખ્રિસ્તી ધર્મને કેન્દ્રમાં રાખી કરવામાં આવેલી બોધપ્રધાન અને ભજનશૈલીની રચનાઓ ‘મનોહર કાવ્યમાળા તથા ધનઉડાઉ દીકરાનું આખ્યાન’ (૧૯૨૭)નો પ્રથમ ભાગ ‘મનોહર કાવ્યમાળા’ છે, તો બીજા ભાગમાં ‘ધનઉડાઉ દીકરાનું આખ્યાન’ શિથિલ આખ્યાનશૈલીએ રચાયેલું ત્રણ ભાગમાં વિભક્ત છે. ‘હૃદયવાટિકા’ (૧૯૨૨) એમની સંપાદિત ભજન-પુસ્તિકા છે.