સુરેશ જોષી
મરેલ માનાં સ્તન ચાવી થાક્યું બેઠું અહીં બાળક માર્ગ વચ્ચે શૂન્યે કશું ભાળતું નિનિર્મેષ. થીજેલ એ દૃષ્ટિ તણી સરાણે આવો જરા શસ્ત્રની ધાર કાઢીએ; ને શાન્તિનું આખરી યુદ્ધ ખેલીએ.