સુરેશ જોષી
આ પંચવર્ષી બીજી યોજનાના ખડાં અહીં પોષ્ટર હારબંધ; જોયા કરું અક્ષર – શી અદાથી છાતી ફુલાવી ગરવા રૂઆબ કતારમાં વીર સુભટ્ટ શા ખડા! ઠસ્સો અહો શો, વળી શો દમામ; હું ખોઈ બેઠો સઘળી જ હામ! બાળી ગઈ અન્તર મારું ઈર્ષ્યા: ના આટલી સાર્થકતા ય ભાગ્યમાં?