સુરેશ જોષી
ઉન્નિદ્ર તારાં નયનોની પાંપણો જો બીડવા ચાહતી હોય ભાર તો કરી શકું એ ઉપકાર આજે, જરૂર હું કેવળ તારી કાજે. કાં કે ઉરે આ હમણાંનું મારે કો દર્દ એવું ગયું પેસી ભારે કે ભાર મારો મુજને જ મારે! એ ભારથી પાંપણને બીડી દઉં? ને સ્વપ્નમાં ક્હે રમતી કરી દઉં?