તું મારી નૌકાના સઢમાં છિદ્ર પાડી પવન ચોરી જઈશ ને નૌકામાં દરિયો છલકાવી એને ડુબાડી દઈશ સાગરના પેટાળમાં. પણ મારી કવિતાની પંક્તિઓમાં મહોરેલી વસંતને ક્યારેય ફેરવી નહીં શકે પાનખરમાં…