કંસારા બજાર/અવાવરુ અંગતતા
મુંબઈમાં જૂહુ-ચોપાટી પર દોડતા
શણગારેલા ઘોડા
રાત્રે ક્યાં જઈને સૂએ છે તે જોવા
હું તેમની પાછળ પાછળ જઉ છું.
તબેલાના લીલા ઘાસના ચારા વચ્ચેથી
શોધી કાઢું છું તેમની આંખોને.
હાં, એ જ,
સતત મારો પીછો કરતી હતી એ જ આ આંખો.
હવે શું કરું?
દાટી દઉં એને જમીનમાં?
સતત મને તાકી રહેતું કોઈ
હવે નહીં રહે?
મારી અંગતતા
હવે અવાવરુ નહીં રહે?