કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૩૭. પાંચીકા
“વીરપસલી આપે જો વીર !
કેવાં કેવાં દેશે, ચીર?
મેઘધનુની સાડી કરું,
પે’રી તારી સાથે ફરું.
બીજું શું શું દેશે, બોલ?
આપ્યા ક્યારે પાળે કૉલ?”
“તારા સપ્તર્ષિના સાત,
પાંચીકડાની કેવી જાત?
હમણાં લાવું, ગમશે બ્હેન?
મૂકીશ ને તું તારું વ્હેન?”
સાથે બ્હેની, રમશું રોજ !
છલકાશે હૈયાના હોજ.”
૨૦-૨-’૨૮
(કોડિયાં, પૃ. ૨૨૪)