કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૩. ખિસકોલી

૨૩. ખિસકોલી

જયન્ત પાઠક

વૃક્ષના થડને વળગેલી
એક ખિસકોલીએ
રમતમાં મારી નજરને પકડી
ને ઊંચે ચગાવી.
શાખાઓના વળાંકોમાં વળાવતી વળાવતી

એને છેક ટોચ સુધી મૂકી આવી.

હવે
વૃક્ષની ટોચ
ને આગળના આકાશ વચ્ચેની
અગાધ અનન્તતામાં વિસ્તરેલા
એક વૃક્ષના
ઊર્ધ્વ મૂલને હું શોધી રહ્યો છું.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૦)