કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૭. એકાંત
૧૭. એકાંત
નલિન રાવળ
ચંદ્રનું વૃક્ષ
ઝંઝા મહીં ગ્રસ્ત વીંઝાય ડોલે ઘૂમે ડાળ પર
ડાળ અફળાય
ચોફેર
પડઘાય ઘુઘવાટ ઘેઘૂર
ઊછળંત
અર્ણવ નર્યો પર્ણ પર્ણે ભર્યો
હૃદય
માં
ચંદ્રના વૃક્ષનું મૂળ
માં
શાંત એકાંત એકાંત એકાંત.
(અવકાશપંખી, પૃ. ૩૬)