કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૦. પાનખર
૪૦. પાનખર
પ્રિયકાન્ત મણિયાર
પંખી વિના એકલું પીંછું ઊડે,
પલમાં પાછું બૂડે
જાય હવાને એક સેલારે એટલું અધ્ધર
કોઈ વિખૂટું એક વેળાનું આભ ઊડેલું
ડાળથી હવે કોઈ તરુનું પાન ખરેલું
જેટલો સમીર જેટલું આકાશ
એટલું એ તો ઝૂરે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦)