કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૦. ‘દુબારા દુબારા’


૧૦. ‘દુબારા દુબારા’

બાલમુકુન્દ દવે

નવી સાલ પૂછે જતી સાલને કે
‘કહી તું શકે શા થશે હાલ મારા?’
જતી સાલ ઝૂકી કહેતી અદાથીઃ
‘મને તો સુણાયે દુબારા, દુબારા!’
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૩૪)