કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૩૨. ખૂબ ઊંચે...

૩૨. ખૂબ ઊંચે...


ખૂબ ઊંચે ચડી ગયો છું હું,
છેક નીચે પડી ગયો છું હું.
એક હાથે મને મેં તરછોડ્યો,
અન્ય હાથે અડી ગયો છું હું.
મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
ને મને આવડી ગયો છું હું.
થાય છે કે ફરીથી બંધાઉં,
સામટો ગડગડી ગયો છું હું.
બંધ થઈ જાઉં આજ શબ્દ બની,
એટલો ઊઘડી ગયો છું હું.
(અગિયાર દરિયા, પૃ. ૪૭)