ધારો કે હું ધારું છું હું લીલું લલકારું છું. મારો સૂરજ સાદો છે એને હું શણગારું છું. હોડીમાં હું બેઠો છું દરિયાને હંકારું છું ફાગણમાં ફૂટ્યું ફૂલડું ચૈતરમાં વિસ્તારું છું ભડકાજી, આવો ઘરમાં હું સૌને સત્કારું છું. ૩-૧૧-૧૯૯૮ (મનહર અને મોદી, પૃ. ૮)