કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ક્યારા વાળું ને
હું તો ક્યારા વાળું
ને ડાળ છાંયો ધરે
મારા ખેતરમાં નાનકડાં ઝાડ
પાન પાણીમાં જોવાને પાસે સરે!
હું તો નીકો ખોળું
ને કેવું કૌતુક ભાળું
મૂળ શોધી લે નવી નવી ભોમ!
બને માટી સુગંધ નવી નીકે તરે!
હું તો થાકું
ને થોર બધા વાતો કરે!
કોક માળામાં પંખી મલકાય,
હું તો આળસ તજું ને આભ ગાતું ઉરે...
૧૯૮૮
(ફૂટપાથ અને શેઢો, પૃ. ૩૦)