કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૬. જેઠ વદમાં

૩૬. જેઠ વદમાં


આંખો મત્ત, ત્રપાભરી તરસની તૃષ્ણાભરી તોરીલી,
હૈયું જોબનદાહને જીરવવા કૈં ધાય, મૂંઝાય કૈંઃ
એવી કો ભરજોબના સરીખડી કામાતુરા, વિહ્વલા
ધીંગી આજ ધરા ધખે, રસબસે ભીંજાઈ જાવા ચહે –
– ઓ ઝૂકી પડ મેઘ! ત્રાટક અલી ઓ વીજળી! તુંય તે!
(દીપ્તિ, પૃ. ૧૦૮)