કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/આ શ્રેણીનાં સંપાદકો

આ શ્રેણીનાં સંપાદકો

યોગેશ જોષી (૧૯૫૫) બી.એસ.એન.એલ.માંથી ડેપ્યુટી જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત થયા. નર્મદ સુવર્ણચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રકથી તેઓ સન્માનિત છે. કવિતા, નિબંધ, વાર્તા, નવલકથા, ચરિત્ર, સંસ્મરણ, અનુવાદ, સંપાદન તથા બાળસાહિત્યનાં તેમનાં લગભગ ૬૦ પુસ્તકો છે. તેઓ ૧૮ વર્ષ ‘પરબ’ના સંપાદક રહ્યા. દસેક વર્ષ તેમણે ‘વિશ્વમાનવ’ના સાહિત્યવિભાગનું સંપાદન સંભાળ્યું હતું. ઊર્મિલા ઠાકર (૧૯૫૨) ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી હોવા સાથે કવિતાનાં વ્યાસંગી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયાં. ૨૦૧૯થી તેઓ ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. તેમણે એમિરિટસ (Emeritus) પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે. તેમણે ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનનાં આઠ પુસ્તકો આપ્યાં છે. કવિતા અને વાર્તાનાં સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.