કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૫૧. હરખપદૂડાં
ચેતન પોતે પોતાને તો
ડાહ્યું-ડમરું સમજે છે;
(પણ) જડ સાચું છે જે તો પ્રભુને
જકડી-પકડી રીઝે છે!
જગત બિચારું પરિવર્તન્તું
માયા-જાળે ડૂલે છે;
પ્રભુની દૃષ્ટિ પડતાંવેંત જ
પ્રેમે અવિરત ઝૂલે છે!
(ત્યારે) જડ ચેતન થઈ, ચેતન જડ થઈ
પ્રભુના ચરણે રાચે છે;
હરખપદૂડો કિંકર હસમુખ
છંદે છંદે નાચે છે!
૩૧ માર્ચ ૨૦૦૩
(એકાન્તિકી, પૃ. ૫૦)