કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૬. આંબો


૬. આંબો

વૈશાખનો વંટોળ ગાંડોતૂર
(જેરુસલેમનાં ટોળાં તણો ધૂંધવાટ જાણે!)
ટેકરી પરના બગીચાને ખૂણે
ઝૂકી રહેલા એક આંબાને તરત ઘેરી રહ્યો.
ને નમ્ર આંબો
(શિષ્યના સૌ વૃંદને ઝુલાવતો જાણે ઈશુ!)
કાચી અને પાકી ટપોટપ કેરીઓ ખરતી જતી
નીરખી રહ્યો.

૧૯૫૩
(સાયુજ્ય, ૧૯૭૨, પૃ. ૭)