કિન્નરી ૧૯૫૦/કોઈ બ્હાને

કોઈ બ્હાને

કોઈ બ્હાને
હવે મારું મન નહીં માને!
હવે એને ચહો કે ન ચહો,
વાત કોઈ કહો કે ન કહો;
હવે એ તો ધરશે ન ધ્યાને!
થયું છે શું હુંય તે ન જાણું,
એ તો બસ ગાય નિજ ગાણું;
રાતદિન રહે નિજ તાને!

૧૯૪૯