કિન્નરી ૧૯૫૦/કોઈ શું જાણે?

કોઈ શું જાણે?

કોઈ શું જાણે?
ફૂલકલિની ફોરમ તો એક મલય માણે!
ભાંગે વજ્જરબંધ,
રે જાગે ફૂલકલિની ગંધ;
મલકે મંદસુમંદ,
રે મલય છલકે ઉરના છંદ;
ઊછળે એમાં ઊર્મિઓ શી ઉભય પ્રાણે?!
કોઈ શું જાણે?

૧૯૪૬