ખારાં ઝરણ/તાક્યો એણે કેમ તમંચો

તાક્યો એણે કેમ તમંચો

તાક્યો એણે કેમ તમંચો?
શું ક્હે છે, તારો વહીવંચો?

રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે?
અટકાવી દે શ્વાસનો સંચો.

એક ન જડતો સાચો માણસ,
ક્યાંથી ભેગા કરશો પંચો?

આંખોમાં એક્કે ના આંસુ,
તમે છાપરાં શીદને સંચો?

જીવ જશે જ્યારે ઝંપે છે,
શરીરનો ‘ઇર્શાદ’ સકંચો.

૨૦-૧૨-૨૦૦૮