ગંધમંજૂષા/પત્ર... અત્ર

પત્ર... અત્ર


સાંજ પડ્યે
થાક્યોપાક્યો ઘેર આવું છું.
ડેલી ખોલીને જોઉં છું.
આજે તો કોઈનો પત્ર હશે જ;
પણ...
લથડતા પગે બારણું ખોલવા જાઉં છું
ત્યાં જ ફળિયામાંનાં પીપળાનું
એક નકશીદાર પાંદડું ખરીને પડે છે. સાવ મારા પગની પાસે જ !