હૃદયને આપના, પથ્થરની ઉપમા જ્યારે મેં આપી, દ્રવ્યું પર્વતનું હૈયું, અશ્રુઓ રૂપે ઝરણ ફૂટ્યાં; દુખાવી એના મનને, આપનું મન જોઈ લીધું મેં, ખરે ચેતનની જડતા, જડનું ચેતન જોઈ લીધું મેં.