ગાતાં ઝરણાં/કૃતિ-પરિચય


કૃતિ-પરિચય

ગાતાં ઝરણાં (૧૯૫૩) : ગની દહીંવાલાનો ગઝલસંગ્રહ. પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ અને કથનગત નાટ્યાત્મકતાને કારણે ચોટદાર બની છે. એમાં ફારસી- ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદ્ભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુક્તકો, ગીતો અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. માનવહૃદયની ઝંખના અને ભીષણ વાસ્તવિકતાને સમાનરૂપે નિરૂપતું ‘ભિખારણનું ગીત’ એ જાણીતી રચના છે.

— નિરંજના વોરા
'ગુજરાતી સાહિત્યકોશ' (ખંડ ૨)માંથી સાભાર