ગાતાં ઝરણાં
ન જાણે ક્યાં સુધી પુરાઈ રહેતે! મળ્યો ના હોત જો તમને સહારો. વહો ઝરણાં ! હૃદયનું ગીત ગાતાં, કરી લેજો, જગે મારગ તમારો.
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને; રસ્તે ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.