ગુજરાતનો જય/અર્પણ


અર્પણ
ખંડ ૧
જેના સૌહાર્દયુક્ત સમાગમ, વસ્તુનિર્દેશ અને પ્રોત્સાહન વગર
આ રચનાનો સંભવ નહોતો
તે મુનિશ્રી જિનવિજયજીને


ખંડ ૨
અમારા શાંતિભાઈને
(શ્રી શાંતિલાલ હ. શાહ, સોલિસિટર)


'ગુજરાતનો જય ગુજરાતના પુનરદ્ધારની પ્રતાપોજ્જ્વલ ગૌરવકથાનું આલેખન કરે છે. વસ્તુપાલ અને તેજપાલ પદાક્રાન્ત અને નષ્ટગૌરવ ગુજરાતને ફરીથી એકચક્રી અને મહિમાવંતું બનાવવાનું ભવ્ય સ્વપ્ન સેવીને લાટના શંખને, ખંભાતના સદીકને અને વામનસ્થલીના સાંગણને પરાસ્ત કરે છે. ગુજરાતના પુનર્નિર્માણનું એ કાર્ય આગળ વધે છે. ગોધ્રકપુરનો ઘુઘૂલરાજ કાષ્ઠપિંંજરે પુરાય છે ને જીભ કચરીને મરે છે; ભદ્રેશ્વરના ચૌહાણભાઈઓ ગુજરાતના નેજા નીચે આવે છે; દેવગિરિનો સિંઘણદેવ તાપીતીરે પરાભવ પામીને સંધિ યાચે છે; ગૌડદેશના હર્ષવંશી હરિહર પંડિતનું ગુમાન ગુજરાતનો કવિ ઉતારે છે; હમીરનાં યવનધાડાં આબુની વિશાળ ઘાંટીમાં રોળાઈ જાય છે અને દિલ્લીના મૌજુદ્દીનની મૈત્રી મેળવીને ગુજરાત નિશ્ચિંત અને નિર્ભય બને છે. આમ કેવળ શૂન્યમાંથી બલિષ્ઠ પ્રતાપી અને સંસ્કારસૌરભથી મહેકતું ગુજરાત સર્જાય છે એની ગૌરવકથા કહેવામાં આવી છે.

મનસુખલાલ ઝવેરી