ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/કૃતિ-પરિચય
કૃતિ-પરિચય
ગુજરાતીમાં વિવેચન તત્ત્વવિચાર (૧૯૮૫) : પ્રમોદકુમાર પટેલનો વિવેચનગ્રંથ. અહીં વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું સમીક્ષાત્મક અધ્યયન છે. વિષયની દૃષ્ટિએ નર્મદયુગથી સ્વાતંત્ર્યોત્તરયુગ સુધીના વિવેચનસાહિત્યને તપાસવામાં આવ્યું છે. તટસ્થ અને વ્યક્તિત્વલક્ષી તત્ત્વવિચારણા ક્યાંક દીર્ઘસૂત્રી બની છે ખરી, પણ વસ્તુલક્ષિતા, પ્રામાણિકતા અને નિર્ભીકતાને એકંદરે જાળવે છે.
– મૃદુલા માત્રાવાડિયા
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)