સગપણ ક્યાં છે? પ્રબોધ જોશી
અમે મોર હોઈએ તો – અમારાં ખરેલાં આંસુ વીણજો વાદળ સમા તરતા પ્રસંગોને અમે બોલાવશું – તમે વરસજો. આવતા ભવે આ અધૂરી મૂકેલી કવિતાની છેલ્લી પંક્તિ થઈ તમે આવી ચડજો.