ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઊભી શેરીએ

ઊભી શેરીએ

જયંતિ દલાલ

ઊભી શેરીએ (જયંતિ દલાલ; ‘જૂજવાં’, ૧૯૫૦) દેવમંદિરના પગથિયે વર્ષોથી ભીખ માગતા કાનાની બાજુમાં ઝમખુ આવતાં એની ઘરાકી તૂટે છે પણ લોકોને છેતરવામાં પાવરધાં બંને છેવટે એકમેકની નજીક આવે છે. વાર્તામાં કાના અને ઝમખુની પરસ્પર માટેની લાગણીનો ઝૂલતો જતો નકશો આકર્ષક છે.
ચં.