ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઑપરેશન ભુટ્ટો

ઑપરેશન ભુટ્ટો

ચંદ્રકાન્ત બક્ષી

ઑપરેશન ભુટ્ટો (ચંદ્રકાન્ત બક્ષી; ‘બક્ષીની કેટલીક વાર્તાઓ’, ૧૯૭૨) ભારત-પાકિસ્તાન લડાઈ વખતે સ્કવોડ્રન લીડર જિતેન્દ્ર તિલકની સરદારી નીચે સ્કવોડ્રન ફિફટી-ટૂની રચના થાય છે અને પાકિસ્તાની વિમાનોના બળતણના ડેપોની જગ્યા ઉડાવી દેવાની કામગીરી સોંપાય છે. ડેપોની જગ્યા શોધવા કોઠારી શહીદ થાય છે ને કામગીરી પાર પાડે છે. હવાઈદળના હૂબહૂ વાતાવરણનું નિરૂપણ અને એ માટે જરૂરી પારિભાષિક શબ્દાવલિ ધરાવતી કથાભાષા એ વાર્તાનાં જમા પાસાં છે.
ર.