ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખરા બપોર

ખરા બપોર

જયંત ખત્રી

ખરા બપોર (જયંત ખત્રી; ખરા બપોર’, ૧૯૬૮) ત્રણ દિવસથી જેના પેટમાં અન્નનો દાણો નથી પડ્યો એવો પુરુષ એની ભૂખી સ્ત્રીની સહનશક્તિ અને સ્વસ્થતાથી અકળાઈ જઈ એને મારે છે. ત્યાં ભૂખ્યોદુખ્યો ફકીર રોટી માગે છે. ઉશ્કેરાયેલા પુરુષની ડાંગના પહેલા ઘામાંથી સ્ત્રી ફકીરને બચાવે છે પણ પછી ફકીર મૃત્યુ પામે છે. એકઠા થયેલા લોકો અને સ્ત્રી સમક્ષ પુરુષ ગુનાહિત ભાવ અનુભવે છે. ભૂખના દુ:ખે જન્મેલાં ચીડ-ઉશ્કેરાટથી વ્યક્તિમન કેવું અકળ વર્તન કરી બેસે છે. તેનું વાર્તામાં સરસ નિરૂપણ છે.
ર.